લખેલી માહિતી Follow કરો
સબસિડી ચેક કરવાની પ્રોસેસ 1 સૌ પ્રથમ www.mylpg.in વેબસાઈટને ઓપન કરો. 2 હવે તમે 3 સિલિન્ડર માંથી જે કંપનીનો સિલિન્ડર લો છો તેના ફોટા પર ક્લીક કરો. 3 અહીં ઘણાં બધા ઓપ્શન આવશે, તમારે Audit Distributor પર ક્લીક કરવાનું છે. 4 તમે પોતાનું State, District અને Distributor Agency Nameને સિલેકટ કરી લો.(જો ખબર ના પડતો ગેસ બાટલાની પાવતી પરથી બધી માહિતી મળી રહેશે ) 5 હવે સિક્યુરીટી કોડ નાખીને Proceed પર ક્લિક કરો. 6 હવે પેજમાં નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લીક કરો. 7 અહીં Security Code નાંખીને Proceed પર ક્લીક કરો. 8 તમારા સિલિન્ડરની સબસિડી સાથે જોડાયેલી ડિટેલ આવી જશે. આગળ જાણો તમને સબસિડી નથી મળી રહી તો કયાં કરી શકો છો ફરીયાદ... તમને સિલિન્ડર પર મળનારી સબસિડી નથી મળી રહી તો તમે ઓનલાઈન ફરીયાદ પણ કરી શકો છો. તેના માટે www.mylpg.in પર જઈને Give your feedback online પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય 18002333555 ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે.